|
સમાજના જુદા જુદા વર્ગના માનદ સેવા આપવા ઇચ્છતા લોકોને દળમાં લઈ, તાલીમ આપી એક શિસ્તબદ્ધ નાગરિક તૈયાર કરવો. આ શિસ્તબદ્ધ નાગરિક દ્વારા કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિઃસ્વાર્થ રીતે સેવા કરી સમાજનો જોમ-જુસ્સો જળવાઈ રહે તે જોવું તેમ જ દેશમાં કટોકટી અને આંતરિક સુરક્ષાના સમયે પોલીસ તથા પ્રશાસનની સાથે રહી નિષ્કામ કામગીરીની ભાવના કેળવવી. |
|