6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ્ મુંબઈ રાજ્યમાં ગૃહ રક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી.ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી છે.
- સરહદની રખેવાળી - ગૃહ રક્ષક દળ
- હોમગાર્ડઝ આધુનિકરણ
- સલામતી બંદોબસ્ત
- રક્તદાન
- કુદરતી આફતમાં રાહતકાર્ય
- માનવસર્જિત આફતમાં સહાય
- કેટેગરાઇઝ શહેરમાં બચાવ કામગીરી
સમાજના જુદા જુદા વર્ગના અને માનદ્ સેવા આપતા ઇચ્છતા લોકોને દળમાં સામેલ કરી, તાલીમ આપી શિસ્તબદ્ધ નાગરિકો તૈયાર કરવા તે હોમગાર્ડ્ઝનું પ્રથમ લક્ષ્ય છે. આ શિસ્તબદ્ધ નાગરિકો કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિસ્વાર્થ સેવા કરી લોકોનો જુસ્સો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરે છે આ ઉપરાંત, આ દળના સભ્યો કટોકટી અને દેશની આંતરિક સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે શિસ્તબદ્ધ રીતે સલામતી દળોને મદદરૂપ થાય છે.
વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી દેશની સરહદોની રખેવાળી માટે હોમગાર્ડ્ઝની સેવા લેવા હોમગાર્ડ્ઝની સરહદી પાંખની સ્થાપ્ના કરવામાં આવી. ગુજરાતમાં જમીન સરહદ વિસ્તારોમાં ચોકી માટે ભૂજ (કચ્છ) અને પાલનપુર (બનાસકાંઠા)માં 1979થી એક એક બટાલિયન તથા દરિયાકાંઠાના સરહદી વિસ્તારોમાં ચોકી માટે નલિયા (કચ્છ) અને જામનગરમાં 1997થી એક એક બટાલિયન કાર્યરત કરવામાં આવેલ, જે બોર્ડરવીંગ હોમગાર્ડના જવાનો બીએસએફ અને લશ્કર સાથે ખભેખભા મિલાવી દેશ માટે ફરજ બજાવતા હતા. હાલમાં ઉક્ત ચાર બટાલિયન પૈકી સંખ્યાબળ ઓછું થવાના કારણોસર તેમજ નવી ભરતીની મંજુરી ન હોય એક બટાલિયન પાલનપુર ખાતે કાર્યરત છે. તેમજ જામનગર, નલિયા ખાતેની બટાલિયનોને એસ.આર.પી.એફ. માં મર્જ કરવામાં આવેલ છે.