“માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી”
ગુજરાત રાજયમાં જિલ્લાઓના યુનિટ ખાતે માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવે છે. આ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવા સંબંધિત જિલ્લા કમાન્ડન્ટશ્રીઓની કચેરી ખાતેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ભરતી થવા માટે ઉચ્છુક ઉમેદવારોએ આપના વિસ્તારની યુનિટ કચેરીએ અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહે છે. આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવામાં આવે છે. જેમાં સરકારશ્રીને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવે છે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂ.૪૫૦/- ફરજ ભથ્થું અને રૂ.૪/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે. સદર ભરતી કાયમી કર્મચારી તરીકેની કરવાની થતી નથી. પરંતુ માનદ સંસ્થામાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવે છે. જેથી કાયમી કર્મચારી તરીકેના કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહિ.